વોટરજેટ લૂમ સોફ્ટવેર

વોટરજેટ લૂમનું સોફ્ટવેર — દરેક લૂમ, દરેક શિફ્ટનો હિસાબ.

Loomiro સુરતના વોટરજેટ વીવિંગ યુનિટ માટે બનેલું ઓનલાઇન સોફ્ટવેર છે. દરેક વોટરજેટ લૂમનો તાકો, બીમ અને શિફ્ટ, કારીગરનો પગાર, ગ્રેનું સેલ બિલ અને પાર્ટીનું ઉધાર — બધું એક જગ્યાએ, કમ્પ્યુટર પર કે ફોન પર.

મહિને ₹999 થી · વર્ષનો પ્લાન →

શું શું થાય છે

કેમ

લૂમ વધારે, રજિસ્ટર નાનું

24 હોય કે 200 વોટરજેટ લૂમ — દરેક લૂમનો રોજનો તાકો રજિસ્ટરમાં મેળવવો અઘરો. Loomiro માં દરેક લૂમનું પોતાનું પેજ.

પોલિએસ્ટર ફિલામેન્ટની કોસ્ટિંગ

વોટરજેટ પર મોટાભાગે પોલિએસ્ટર અને નાયલોન ફિલામેન્ટ. ડેનિયર, રીડ, પિક અને પન્નાથી કોસ્ટ પ્રતિ મીટર — છેલ્લી ખરીદીના યાર્ન રેટ સાથે.

ફ્લોર પર નેટ નથી

તાકા એન્ટ્રી અને ભીડાણ ઇન્ટરનેટ વગર ચાલે છે, નેટ આવતાં જ sync. ફ્લોરનું કામ અટકતું નથી.

સવાલ-જવાબ

વોટરજેટ લૂમ સોફ્ટવેર એટલે શું?

વોટરજેટ લૂમ સોફ્ટવેર એટલે એવું સોફ્ટવેર જેમાં વોટરજેટ વીવિંગ યુનિટનું પ્રોડક્શન (દરેક લૂમનો તાકો, બીમ, શિફ્ટ) અને બિઝનેસ (સેલ બિલ, GST, કારીગર પગાર, ઉધાર) બંને રહે. Loomiro આવું જ ઓનલાઇન સોફ્ટવેર છે, સુરતના યુનિટ માટે.

એક જ યુનિટમાં વોટરજેટ અને એરજેટ બંને ચાલે?

હા. દરેક લૂમનો ટાઇપ (વોટરજેટ કે એરજેટ) અલગ રાખો; રિપોર્ટ અને એફિશિયન્સી દરેક લૂમની પોતાની.

કેટલા લૂમ સુધી ચાલે?

લૂમની કોઈ મર્યાદા નથી. પ્લાન લૂમની સંખ્યા પ્રમાણે — 24 લૂમ સુધી મહિને ₹999 (વર્ષનો પ્લાન).

ઇન્ટરનેટ જાય તો?

તાકા એન્ટ્રી, ભીડાણ અને ખર્ચ ઇન્ટરનેટ વગર ચાલે છે અને નેટ આવતાં જ આપોઆપ sync થાય છે.

જૂના સોફ્ટવેરનો ડેટા આવી શકે?

જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel બતાવો — લૂમ, ક્વોલિટી, પાર્ટી અને ઓપનિંગ નાખવામાં મદદ મળે છે.

આગળ વાંચો

તમારા યુનિટને Loomiro પર લાવો.

એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →