ફ્રી ટૂલ · લોગિન વગર
લૂમનો નફો — મહિનાનો હિસાબ
કેટલા લૂમ, કેટલા મીટર, જોબનો ભાવ અને ખર્ચ — આખા યુનિટનો મહિનાનો નફો, એક લૂમનો નફો, અને કયા ભાવથી નીચે નુકસાન શરૂ.
કેવી રીતે કામ કરે છે
જોબ વર્કવાળા યુનિટનો મહિનો ત્રણ વસ્તુથી બને છે: કેટલા મીટર બન્યા, તેનો ભાવ શું મળ્યો, અને ખર્ચ કેટલો થયો.
મીટર = RPM × 60 × કલાક × એફિશિયન્સી ÷ (PPI × 39.37) × લૂમ × દિવસકમાણી = મીટર × જોબ રેટ (₹ / મીટર)નફો = કમાણી − કારીગર પગાર − વીજળી − બાકી ખર્ચ
જોબ રેટ પૈસા પ્રતિ પિકમાં હોય તો ₹ / મીટર = PPI × પૈસા ÷ 100 — જેમ જોબ રેટ કેલ્ક્યુલેટર માં. વીજળી kW × કલાક × લૂમ × દિવસ × ₹ / યુનિટ, જેમ વીજળી ખર્ચ માં.
ઉદાહરણ: 24 લૂમ, 600 RPM, 50 પિક, 85%, 24 કલાક, 30 દિવસ → 2,68,615 મીટર. 15 પૈસા પ્રતિ પિક = ₹7.50 / મીટર → કમાણી ₹20,14,610. પગાર ₹1 / મીટર = ₹2,68,615, વીજળી ₹3,45,600, બાકી ₹3,00,000 → નફો ₹11,00,395, એટલે એક લૂમનો ₹45,850 મહિને. ખર્ચ ₹3.40 / મીટર પડે છે, તો 6.81 પૈસા પ્રતિ પિકથી નીચે દરેક મીટર પર નુકસાન.
આ હિસાબ જોબ વર્કનો છે — પાર્ટીનું યાર્ન, તમારા લૂમ. પોતાનું યાર્ન લઈને ગ્રે વેચો છો તો યાર્નનો ખર્ચ અલગથી બાદ કરો: Fabric Costing માં 1 મીટરનો યાર્ન ખર્ચ કાઢો. એફિશિયન્સીના 5% પણ નફામાં મોટો ફરક કરે છે — તમારી સાચી એફિશિયન્સી જુઓ.
Loomiro માં રોજની તાકા એન્ટ્રીથી દરેક લૂમના મીટર, કારીગર પગાર અને બિલ આપોઆપ જોડાય છે — મહિનાના અંતે અંદાજ નહીં, સાચા આંકડા.
બીજા ટૂલ
તમારા યુનિટને Loomiro પર લાવો.
એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.