જૂનો ડેટા · ફ્રી

જૂનો ડેટા અમે નાખીશું — ફ્રીમાં.

સોફ્ટવેર બદલવાનો સૌથી મોટો ડર: વર્ષોનો ડેટા અને પાર્ટીનું બાકી. જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel મોકલો — Loomiro માં નાખવાનું કામ અમારું.

શું મોકલવું

જે છે, એ જ મોકલો.

જૂના સોફ્ટવેરનો બેકઅપ

જે બેકઅપ તમે પેન ડ્રાઇવ કે કમ્પ્યુટર પર લો છો — એ જ ફાઇલ.

Excel કે CSV

પાર્ટી લિસ્ટ, ક્વોલિટી લિસ્ટ, આઉટસ્ટેન્ડિંગ કે ઓપનિંગની શીટ — જે પણ બનેલી હોય.

એક આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ

જે દિવસથી Loomiro શરૂ કરવું છે, એ દિવસનું પાર્ટી મુજબ બાકી — મેળવવા કામ આવશે.

શું આવી શકે

માસ્ટર અને ઓપનિંગ — પહેલા દિવસથી સાચું.

દરેક જૂનું સોફ્ટવેર અલગ હોય છે — તમારી ફાઇલ જોઈને ડેમોમાં કન્ફર્મ કરીશું કે તેમાંથી શું-શું આવશે. જૂના વર્ષના બધા બિલ લાવવાની જરૂર નથી: જૂનું સોફ્ટવેર જોવા માટે રાખો, નવું કામ Loomiro માં.

કેવી રીતે થાય છે

પાંચ પગલાં. કામ અટકતું નથી.

  1. 1

    ફાઇલ મોકલો

    WhatsApp પર બેકઅપ કે Excel મોકલો, કે ડેમોમાં બતાવો.

  2. 2

    અમે જોઈને કહીશું

    શું-શું આવી શકે અને કઈ તારીખથી શરૂ કરવું સારું — મોટા ભાગે 1 એપ્રિલ કે મહિનાની પહેલી તારીખ.

  3. 3

    અમે નાખીશું

    પાર્ટી, ક્વોલિટી, યાર્ન, લૂમ અને ઓપનિંગ Loomiro માં — તમારા સ્ટાફે કંઈ ટાઇપ કરવાનું નથી.

  4. 4

    ઓપનિંગ મેળવો

    કુલ પાર્ટી, કુલ બાકી, બેંક અને રોકડ — જૂના રિપોર્ટથી ત્રણ ટોટલ મેળવો. ફરક હોય તો પહેલા દિવસે જ સુધારો.

  5. 5

    કામ શરૂ

    તાકા એન્ટ્રી, બિલ અને હિસાબ Loomiro માં. સ્ટાફને ચલાવતા અમે શીખવીશું.

પહેલા દિવસનું મેળવણું

ત્રણ ટોટલ મળી ગયા, તો બધું બરાબર.

પાર્ટીની સંખ્યા અને કુલ બાકી

શરૂઆતની તારીખનું આઉટસ્ટેન્ડિંગ — જૂના રિપોર્ટ જેટલી પાર્ટી અને એટલું જ ટોટલ.

બેંક અને રોકડ

જૂની રોકડ / બેંક બુકનું ક્લોઝિંગ = Loomiro નું ઓપનિંગ.

એક મોટી પાર્ટીનું ખાતું

બિલ મુજબ જુઓ — દરેક બિલની તારીખ, ડ્યૂ તારીખ અને દિવસ સાચા.

પૂરી રીત વાંચવી છે? જૂના સોફ્ટવેરથી નવા પર કેવી રીતે આવવું — ગાઇડ →

જૂની ફાઇલ મોકલો — બાકી અમે જોઈ લઈશું.

એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →