કિંમત

એક વર્ષનો પ્લાન, લૂમ પ્રમાણે.

દરેક પ્લાનમાં આખું Loomiro — તાકાથી GST બિલ સુધી. ફર્મ અને સ્ટાફ લોગિન અનલિમિટેડ. ફક્ત લૂમ પ્રમાણે પ્લાન પસંદ કરો, વર્ષમાં એક વાર.

દરેક પ્લાનમાં

બધું જ, દરેક પ્લાનમાં.

શરૂ કરો ત્યારે

બદલવું સહેલું.

સેટઅપ અને જૂનો ડેટા — ફ્રી

જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel બતાવો — લૂમ, ક્વોલિટી, પાર્ટી અને બાકી અમે નાખી દઈશું. કેવી રીતે થાય છે →

2 વર્ષ એકસાથે — 15% ઓછા

બે વર્ષનો પ્લાન એકસાથે લો તો બંને વર્ષ પર 15% બચત.

15 દિવસ ફ્રી ટ્રાયલ

કાર્ડ કે એડવાન્સ નહીં. ગમે તો જ પ્લાન લો.

કિંમતના સવાલ.

દર મહિને આપવાનું?

ના — પ્લાન વર્ષનો છે અને વર્ષના પૈસા એકસાથે આપવાના. ₹999 મહિનો ફક્ત વર્ષની કિંમતનો મહિનાનો હિસાબ છે.

GST લાગશે?

હા, ઉપરની કિંમત પર 18% GST અલગ. બિલ તમારી ફર્મના GSTIN પર બનશે, ઇનપુટ લઈ શકો.

વર્ષની વચ્ચે લૂમ વધે તો?

મોટા પ્લાન પર જઈ શકો — બાકી મહિનાનો ફક્ત ફરક આપવાનો.

પ્લાન પૂરો થાય તો ડેટાનું શું?

ડેટા રહે છે — જોઈ શકો, પ્રિન્ટ અને એક્સપોર્ટ ચાલે. ફક્ત નવી એન્ટ્રી બંધ થાય, રિન્યૂ કરતાં જ ચાલુ.

પૈસા કેવી રીતે આપવા?

UPI કે બેંક ટ્રાન્સફર. પ્લાન WhatsApp પર ચાલુ થઈ જાય.

15 દિવસનો ટ્રાયલ જાતે શરૂ કરો.

એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →