ટેક્સટાઇલ ERP સોફ્ટવેર
વીવિંગ યુનિટનું ટેક્સટાઇલ ERP — ઓનલાઇન, ક્લાઉડ પર, ફોન પર પણ.
Loomiro વીવિંગ યુનિટ માટે ઓનલાઇન ટેક્સટાઇલ ERP છે: પ્રોડક્શનથી પૈસા આવે ત્યાં સુધી એક જ સોફ્ટવેર. લૂમ, બીમ અને તાકા; કારીગર પગાર; યાર્ન ખરીદી અને સ્ટોક; ગ્રે વેચાણ, GST અને ઈ-વે બિલ; મિલ અને જોબ વર્ક; ઉધાર, વ્યાજ અને રિપોર્ટ.
શું શું થાય છે
- પ્રોડક્શન — લૂમ, બીમ, ભીડાણ, તાકા એન્ટ્રી, એફિશિયન્સી
- ખરીદી — યાર્ન, બીમ અને સ્ટોર, યાર્ન સ્ટોક અને વપરાશ, TDS
- વેચાણ — ગ્રે બિલ, સેલ્સ રિટર્ન, GST, ઈ-વે બિલ JSON, GSTR-1 અને 3B
- મિલ અને જોબ વર્ક — RFD, શ્રિંકેજ, જોબ બીમ, ITC-04
- હિસાબ — રસીદ, પેમેન્ટ, ખાતાવહી, કેશ-બેંક બુક, P&L, વ્યાજ
- ટીમ — 8 રોલ, કસ્ટમ પરમિશન, નેટવર્ક લોક, લોક ડેટ, બેકઅપ
કેમ
જનરલ ERP નહીં, વીવિંગનું ERP
તાકા, ભીડાણ, બીમ કાર્ડ, પસાર, જોબ બીમ — વીવિંગ યુનિટની વસ્તુઓ પહેલેથી બનેલી, કંઈ કસ્ટમાઇઝ કરવાનું નહીં.
ક્લાઉડ પર, ઇન્સ્ટોલ નહીં
બ્રાઉઝરમાં ચાલે — કમ્પ્યુટર, Android કે iPhone. સર્વર, બેકઅપ અને અપડેટ અમે સંભાળીએ.
એક યુનિટ, અનેક ફર્મ
લૂમ અને સ્ટોક એક, પણ દરેક ફર્મનું GSTIN, બિલ સિરીઝ, પ્રિન્ટ અને ચોપડા અલગ. રિપોર્ટ બધી ફર્મ ભેગી પણ.
સવાલ-જવાબ
ટેક્સટાઇલ ERP સોફ્ટવેર એટલે શું?
ટેક્સટાઇલ ERP એવું સોફ્ટવેર છે જેમાં ટેક્સટાઇલ બિઝનેસના બધા કામ — પ્રોડક્શન, ખરીદી, વેચાણ, GST, સ્ટોક, પગાર અને હિસાબ — એક જગ્યાએ જોડાય. Loomiro વીવિંગ યુનિટ માટે આવું જ ઓનલાઇન ERP છે.
ઓનલાઇન (ક્લાઉડ) ERP અને ડેસ્કટોપ સોફ્ટવેરમાં શું ફરક?
ઓનલાઇન ERP બ્રાઉઝરમાં ચાલે, ડેટા સર્વર પર રહે — ગમે ત્યાંથી જોઈ શકો, બેકઅપ અને અપડેટ આપોઆપ. ડેસ્કટોપ સોફ્ટવેર એક કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ થાય. Loomiro ઓનલાઇન છે, અને ફ્લોર પર નેટ ન હોય તો પણ તાકા એન્ટ્રી ચાલે.
GST અને ઈ-વે બિલ છે?
હા — GST બિલ, GSTR-1 (B2B, B2CS, CDNR, HSN) CSV, GSTR-3B સમરી અને ઈ-વે બિલ JSON (NIC બલ્ક અપલોડ).
કેટલા યુઝર?
સ્ટાફ લોગિન અનલિમિટેડ — દરેકનો પોતાનો રોલ અને પરમિશન.
કિંમત?
વર્ષનો પ્લાન, લૂમ પ્રમાણે — 24 લૂમ સુધી મહિને ₹999 થી. 15 દિવસ ફ્રી ટ્રાયલ.
આગળ વાંચો
તમારા યુનિટને Loomiro પર લાવો.
એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.