વ્યાજ કેલ્ક્યુલેટર — ક્રેડિટ દિવસ સાથેફ્રી
બિલ કેટલાનું, ક્યારે બન્યું, કેટલા દિવસની ક્રેડિટ, ગ્રેસ કેટલી અને પૈસા ક્યારે આવ્યા — ડ્યુ ડેટ, કેટલા દિવસ લેટ અને કેટલું વ્યાજ.
કેવી રીતે કામ કરે છે
કાપડ બજારમાં વ્યાજ સામાન્ય રીતે સાદું હોય છે — % પ્રતિ મહિનો, અને મહિનો 30 દિવસનો. Loomiro એપ પણ આ જ રીત વાપરે છે.
ડ્યુ ડેટ = બિલ તારીખ + ક્રેડિટ દિવસવ્યાજ શરૂ = ડ્યુ ડેટ + ગ્રેસ દિવસવ્યાજ = રકમ × રેટ% × લેટ દિવસ ÷ 30
ઉદાહરણ: ₹1,00,000 નું બિલ 01-07-2026 એ, 30 દિવસ ક્રેડિટ → ડ્યુ 31-07-2026. 5 દિવસ ગ્રેસ → વ્યાજ 05-08-2026 થી. પૈસા 15-09-2026 એ આવ્યા → 41 દિવસ લેટ. 1.5% મહિને: 1,00,000 × 1.5% × 41 ÷ 30 = ₹2,050.
ગ્રેસની અંદર પૈસા આવે તો વ્યાજ શૂન્ય. પાર્ટ પેમેન્ટ હોય તો દરેક ભાગનું વ્યાજ તેની પોતાની તારીખ સુધી — એપમાં આ આપોઆપ થાય છે, અહીં એક પેમેન્ટનો હિસાબ છે.
Loomiro માં વ્યાજ % અને ગ્રેસ Settings માં, પાર્ટીનો અલગ રેટ પણ (0 = વ્યાજ નહીં). Outstanding, લેજર અને WhatsApp રિમાઇન્ડરમાં વ્યાજ આપોઆપ, અને વ્યાજ ડેબિટ નોટ એક ક્લિકમાં. પૂરી વાત વ્યાજ અને ક્રેડિટ દિવસ ગાઇડ માં.
Loomiro માં આ આપોઆપ
રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.
ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.