વીવિંગ સોફ્ટવેર · સુરત

સુરતનું વીવિંગ સોફ્ટવેર — સુરતમાં બન્યું, સુરત માટે.

Loomiro સુરતમાં બનેલું વીવિંગ યુનિટ સોફ્ટવેર છે, વોટરજેટ અને એરજેટ યુનિટ માટે. બીમ ચડે ત્યાંથી પૈસા આવે ત્યાં સુધી — તાકા, કારીગર પગાર, ગ્રેનું સેલ બિલ, મિલ, GST અને પાર્ટીનું ઉધાર — એક સોફ્ટવેરમાં. ડેમો ફોન પર કે તમારા યુનિટ પર આવીને.

મહિને ₹999 થી · વર્ષનો પ્લાન →

શું શું થાય છે

કેમ

સુરતનું કામ, સુરતની ભાષા

તાકો, ભીડાણ, પસાર, વાણો, પન્નો — એ જ શબ્દો જે તમારા યુનિટમાં બોલાય છે. એપ Hinglish કે English માં, વેબસાઇટ અને વિડિયો ગુજરાતીમાં પણ.

યુનિટ પર આવીને ડેમો

અમે સુરતમાં છીએ, એટલે ડેમો ફોન પર કે તમારા યુનિટ પર — તમારા જ આંકડા પર, 20–30 મિનિટ.

ઓનલાઇન, છતાં નેટ વગર

ડેટા ઓનલાઇન રહે — ઘરેથી પણ જોઈ શકો. ફ્લોર પર નેટ ન હોય તો પણ તાકા એન્ટ્રી ચાલે.

સવાલ-જવાબ

સુરતમાં વીવિંગ યુનિટ માટે કયું સોફ્ટવેર સારું?

જે સોફ્ટવેર તમારા યુનિટનું પ્રોડક્શન (તાકા, બીમ, લૂમ) અને હિસાબ (બિલ, GST, પગાર, ઉધાર) બંને એક જગ્યાએ રાખે, ફોન પર ચાલે અને ઇન્ટરનેટ જાય તો અટકે નહીં. Loomiro સુરતના વોટરજેટ અને એરજેટ યુનિટ માટે આ રીતે જ બન્યું છે.

Loomiro ક્યાંનું છે?

Loomiro સુરતનું છે, DCPL Technology Private Limited એ બનાવ્યું છે.

ડેમો કેવી રીતે મળે?

વેબસાઇટ પર ડેમો બુક કરો કે WhatsApp કરો (99131 40434). ડેમો ફોન પર કે તમારા યુનિટ પર.

ગુજરાતીમાં છે?

વેબસાઇટ અને વિડિયો ગુજરાતીમાં પણ છે. એપ અત્યારે Hinglish અને English માં છે.

કિંમત?

વર્ષનો પ્લાન, લૂમ પ્રમાણે — 24 લૂમ સુધી મહિને ₹999 થી. 15 દિવસ ફ્રી ટ્રાયલ.

આગળ વાંચો

તમારા યુનિટને Loomiro પર લાવો.

એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે — અને જૂના સોફ્ટવેરનો બેકઅપ કે Excel જોઈને કહીશું કે શું-શું આવી શકે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →