સવાલ-જવાબ
તમે જે પૂછવા માંગો છો — સીધો જવાબ.
વીવિંગ યુનિટવાળા સૌથી વધુ જે પૂછે છે તે. બીજું કંઈ પૂછવું હોય તો WhatsApp પર પૂછો.
મારો ડેટા સલામત છે? બેકઅપનું શું?
ડેટા એક કમ્પ્યુટર પર નહીં, Loomiro ના સર્વર પર રહે છે — કમ્પ્યુટર બગડે, ચોરાઈ જાય કે પેન ડ્રાઇવ ખોવાય, હિસાબ સલામત. બેકઅપ સર્વર પર આપોઆપ થાય છે. દરેક યુનિટનો ડેટા અલગ રહે છે, દરેક સ્ટાફનું પોતાનું લોગિન અને પોતાની પરમિશન, ઇચ્છો તો સ્ટાફ ફક્ત ઓફિસ નેટવર્કથી જ લોગિન કરે, અને જૂની એન્ટ્રી એક તારીખ સુધી લોક. રિપોર્ટ ગમે ત્યારે Excel (CSV) માં કાઢી શકો.
ઇન્ટરનેટ વગર ચાલશે?
હા. Taka Entry, Bhidan અને Kharcha ઇન્ટરનેટ વગર ચાલે છે. એન્ટ્રી ફોન કે કમ્પ્યુટરમાં જ સલામત રહે છે — બ્રાઉઝર બંધ થાય કે ફોન રીસ્ટાર્ટ, એન્ટ્રી જતી નથી — અને નેટ આવતાં જ આપોઆપ sync થાય છે, એક પણ એન્ટ્રી ડબલ નહીં. બિલ, રિપોર્ટ અને હિસાબ માટે ઇન્ટરનેટ જોઈએ. Offline & Mobile જુઓ.
ફોન પર ચાલશે કે કમ્પ્યુટર પર?
બંને પર. કમ્પ્યુટર પર બ્રાઉઝરમાં ખોલો — ઇન્સ્ટોલની જરૂર નથી. ફોન પર તેને એપની જેમ હોમ સ્ક્રીન પર ઉમેરી દો (PWA) — Play Store કે App Store પર અલગ એપ નથી. ફ્લોર પર ફોનથી નંબર પેડ વડે ટાકા એન્ટ્રી, ઓફિસમાં કીબોર્ડથી.
વોટરજેટ અને એરજેટ બંને માટે છે?
હા. ટાકા, બીમ, ભીડાણ, એફિશિયન્સી અને કોસ્ટિંગ બંને પ્રકારના લૂમ પર એક જેવા ચાલે છે — એક જ યુનિટમાં વોટરજેટ અને એરજેટ બંને લૂમ હોય તો પણ. દરેક લૂમ અલગ માસ્ટરમાં, અને દરેક લૂમની એફિશિયન્સી RPM × શિફ્ટના કલાક સામે ખરેખર વણાયેલા પિક પરથી.
એક યુનિટમાં અનેક ફર્મ ચલાવી શકાય?
હા. લૂમ, બીમ, ટાકા અને સ્ટોક એક, પણ દરેક ફર્મનું પોતાનું GSTIN, બિલ સિરીઝ, બેંક, પ્રિન્ટ, ચોપડા અને GST રિટર્ન. F7 દબાવો, ફર્મ બદલો; રિપોર્ટ જોઈએ તો બધી ફર્મ ભેગી. અનેક ફર્મ, એક યુનિટ જુઓ.
GST બિલ અને ઈ-વે બિલનું શું?
Grey Sale બિલમાં પાર્ટીના GSTIN પરથી CGST + SGST કે IGST આપોઆપ, HSN, રાઉન્ડ ઓફ અને શબ્દોમાં રકમ. જોબ ચાર્જનું બિલ (SAC 998821), ડિલિવરી ચલણ, મિલ ચલણ અને ક્રેડિટ નોટ પણ. GSTR-1 (B2B, CDNR, HSN) CSV, GSTR-3B સમરી અને ITC-04 CSV. ઈ-વે બિલનો નંબર, ટ્રાન્સપોર્ટ, LR અને ગાડી નંબર બિલ પર છપાય છે, અને NIC પોર્ટલ પર bulk upload માટે JSON મળે છે. હાલ e-invoice (IRN) કે ઈ-વે બિલ સીધા API થી બનતા નથી — ઈ-વે બિલ પોર્ટલ પર બને છે. Sale & GST જુઓ.
જૂના સોફ્ટવેરથી શિફ્ટ થવું અઘરું છે?
ના. જૂના સોફ્ટવેરનો બેકઅપ આપો — પાર્ટી, ક્વોલિટી, યાર્ન, લૂમ જેવા માસ્ટર અને ઓપનિંગ બેલેન્સ / બાકી બિલ અમે લઈ આવીએ છીએ, તમે શૂન્યથી શરૂ નથી કરતા. Setup wizard માં ફર્મ → લૂમ → યાર્ન → ક્વોલિટી → કારીગર → પાર્ટી, અને પહેલા દિવસથી ડેશબોર્ડ પર તમારું યુનિટ. સોફ્ટવેર બદલવાની ગાઇડ વાંચો.
મુનીમને જૂની કીબોર્ડની આદત છે — ચાલશે?
હા. દરેક યુઝર પોતાની કીબોર્ડ સ્ટાઇલ પસંદ કરે: Standard, Style 1, Style 2, કે પોતાની custom — કોઈ પણ કી બદલો. Enter થી આગળનું ફીલ્ડ, Ctrl+K થી કંઈ પણ શોધો, અને કેલ્ક્યુલેટર એક કી પર. Keyboard & Search જુઓ.
સ્ટાફને કેટલું દેખાય, એ હું નક્કી કરી શકું?
હા. Owner, manager, accountant, supervisor, sales, store, operator કે custom રોલ — અને દરેક રોલની પરમિશન ઓનરની મરજી મુજબ. કયા સ્ટાફને કઈ ફર્મ દેખાય, સ્ટાફ ફક્ત ઓફિસ નેટવર્કથી લોગિન કરે, અને જૂની એન્ટ્રી એક તારીખ પછી બદલી ન શકાય. Team, Lock & Import જુઓ.
ટ્રેનિંગ અને સપોર્ટ મળશે?
હા. ડેમો તમારા જ યુનિટના આંકડા પર, ડેટા ઇમ્પોર્ટ અને સેટઅપ અમે કરીએ છીએ, અને સ્ટાફને ચલાવતા શીખવીએ છીએ. કોઈ સવાલ હોય તો WhatsApp પર પૂછો: +91 99131 40434.
કિંમત કેટલી છે? ફ્રી ટ્રાયલ છે?
દરેક યુનિટની એક ફિક્સ વાર્ષિક કિંમત છે — ભલે ગમે તેટલા લૂમ કે ફર્મ હોય. શરૂઆતમાં 15 દિવસ ફ્રી ટ્રાયલ. પ્લાન પૂરો થાય તો પણ ડેટા દેખાય છે, પ્રિન્ટ અને એક્સપોર્ટ ચાલે છે — બસ નવી એન્ટ્રી બંધ થાય છે. કિંમત માટે WhatsApp કરો.
એપ કઈ ભાષામાં છે?
એપ Hinglish અને English માં છે — દરેક યુઝર Settings માંથી પોતાની ભાષા પસંદ કરે, મુનીમ Hinglish, CA English. English હાલ મેનુ અને રોજની મુખ્ય સ્ક્રીન પર છે (dashboard, taka entry, bhidan, receipt / payment, kharcha); બાકીની સ્ક્રીન Hinglish માં દેખાય છે. આ વેબસાઇટ ગુજરાતીમાં પણ છે, પણ એપનું ગુજરાતી વર્ઝન હાલ નથી.
તમારા યુનિટને Loomiro પર લાવો.
જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.