લૂમ એફિશિયન્સી કેલ્ક્યુલેટરફ્રી
શિફ્ટમાં કેટલા મીટર વણ્યા, પિક, RPM અને કલાક — લૂમની સાચી એફિશિયન્સી, અને કેટલા મીટર હાથમાંથી ગયા.
કેવી રીતે કામ કરે છે
એફિશિયન્સી બતાવે છે કે લૂમ જેટલું વણી શકતી હતી, તેનો કેટલો ભાગ ખરેખર વણ્યો:
બની શકતા હતા = RPM × 60 × કલાક ÷ (PPI × 39.37)એફિશિયન્સી % = વણેલા મીટર ÷ બની શકતા હતા × 100
ઉદાહરણ: 600 RPM, 50 પિક, 12 કલાક → 4,32,000 પિક = 219.46 મીટર બની શકતા હતા. વણ્યા 180 મીટર → 82.02%. એટલે 39.46 મીટર — એક ટાકાનો ત્રીજો ભાગ — દરેક શિફ્ટમાં છૂટી રહ્યો છે.
એફિશિયન્સી ઘટવાનાં સામાન્ય કારણ: તાણો કે વાણો તૂટવો, બીમ કે વાણો બદલવામાં મોડું, કારીગર પાસે વધારે લૂમ, લાઇટ, અને ખાલી લૂમ જ્યારે આગળનું બીમ તૈયાર ન હોય. દરેક લૂમની અલગ કાઢો — એક નબળી લૂમ આખા યુનિટની એવરેજમાં છુપાઈ જાય છે.
Loomiro માં Taka Entry ના મીટરથી દરેક લૂમની એફિશિયન્સી લૂમ પેજ અને રિપોર્ટમાં આપોઆપ, 30 દિવસના ચાર્ટ સાથે — કઈ લૂમ પાછળ છે તે એક નજરમાં. એફિશિયન્સી કેવી રીતે વધારવી ગાઇડ વાંચો.
Loomiro માં આ આપોઆપ
રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.
ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.