loomiro

ટાકાનું વજન અને GSM કેલ્ક્યુલેટરફ્રી

ક્વોલિટી (તાર, ડેનિયર, પિક, પન્નો) પરથી કાપડનું વજન — kg / 100 m, GLM, GSM અને એક ટાકો કેટલા kg. કે ઊંધું: તોલેલા ટાકાથી GSM.

તમારા આંકડા

કેવી રીતે કાઢવું
110 WST = 10%
reed space
કિનારી, તૂટ
GSM માટે

રિઝલ્ટ

હિસાબ કેવી રીતે થયો

આ કેલ્ક્યુલેટર અંદાજ માટે છે — સાચા આંકડા તમારા યાર્ન, લૂમ અને બિલ સાથે મેળવો.

કેવી રીતે કામ કરે છે

કાપડનું વજન બે ભાગથી બને છે — તાણો અને વાણો. Denier = 9,000 મીટરના ગ્રામ, એટલે 100 મીટર કાપડ માટે:

તાણો kg / 100 m = તાર × denier × (1 + crimp%) ÷ 90,000
વાણો kg / 100 m = પિક × પન્નો × denier ÷ 90,000

વાણામાં પન્નો એટલા માટે કે દરેક પિક આખા પન્નાની પહોળાઈમાં જાય છે — 1 મીટર કાપડમાં 39.37 ઇંચ × પિક, દરેક પન્ના જેટલો લાંબો. બંને જોડો એટલે કાપડના kg / 100 m. તેને 10 થી ગુણો તો GLM (1 મીટરના ગ્રામ), અને GLM ને કાપડની પહોળાઈ (મીટરમાં, inch × 0.0254) થી ભાગો તો GSM.

ઉદાહરણ (Fabric Costing વાળી ક્વોલિટી): 8,200 × 60 den, WST 110, 50 પિક × 65.5" × 150 den → તાણો 6.01 + વાણો 5.46 = 11.47 kg / 100 m. 117 મીટરનો ટાકો ≈ 13.42 kg. 63" પહોળાઈ પર GSM ≈ 71.7.

ટાકો તોલીને ઊંધું પણ કાઢી શકો: GLM = kg × 1000 ÷ મીટર. Loomiro ની Taka Entry દરેક ટાકાનું avg / 100 m ક્વોલિટીના સ્ટાન્ડર્ડ સાથે મેળવે છે અને 5% થી વધુ ફરક હોય તો ત્યાં જ warning આપે છે. પૂરી વાત ટાકાનું વજન ગાઇડ માં.

ગાઇડ વાંચો →

Loomiro માં આ આપોઆપ

રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.

ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.

બીજા ટૂલ