યાર્ન કાઉન્ટ કન્વર્ટરફ્રી
એક આંકડો નાખો — ડેનિયર, કાઉન્ટ (Ne), Nm, tex કે dtex માં — બાકી બધું તરત. ફિલામેન્ટ યાર્ન (75/36) નો denier per filament પણ.
કેવી રીતે કામ કરે છે
Denier = 9,000 મીટર દોરાનું વજન ગ્રામમાં. જેટલો મોટો ડેનિયર, એટલો જાડો દોરો. કાઉન્ટ (Ne) ઊંધું ચાલે છે — જેટલો મોટો કાઉન્ટ, એટલો પાતળો. એટલે બંનેનો સંબંધ ભાગાકારનો છે: denier = 5315 ÷ Ne, અને Ne = 5315 ÷ denier.
બાકીના યુનિટ સીધા છે: tex = denier ÷ 9 (1,000 મીટરના ગ્રામ), dtex = denier × 10 ÷ 9 અને Nm = 9000 ÷ denier (1 ગ્રામમાં કેટલા મીટર).
પોલિએસ્ટર અને નાયલોનનું ફિલામેન્ટ યાર્ન મોટે ભાગે 75/36 જેમ લખાય છે — 75 ડેનિયર, 36 ફિલામેન્ટ. દરેક ફિલામેન્ટનો ડેનિયર = 75 ÷ 36 = 2.08. ઓછો denier per filament = નરમ, ચમકદાર હાથ (micro). "2/40s" જેમ લખેલું કોટન યાર્ન અલગ રીત છે — 40s ના 2 પ્લાય, એટલે લગભગ 20s જેટલું જાડું.
કોસ્ટિંગ કે ટાકાના વજન માટે બધે ડેનિયર જોઈએ — કાઉન્ટવાળું યાર્ન હોય તો પહેલાં અહીં ડેનિયર કાઢો, પછી ફેબ્રિક વજન કે Fabric Costing માં નાખો. પૂરી વાત denier vs count ગાઇડ માં.
Loomiro માં આ આપોઆપ
રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.
ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.