ગ્રે કાપડની કોસ્ટિંગ: એક મીટરનો સાચો ખર્ચ

પાર્ટી ભાવ મીટરમાં પૂછે છે. તો જવાબ પણ મીટરમાં જોઈએ — યાર્ન કેટલાનું લાગ્યું, લૂમ ચલાવવામાં કેટલું ગયું, અને કયા ભાવથી નીચે માલ આપવો ખોટનો સોદો છે.

ઘણા યુનિટમાં કોસ્ટિંગ એટલે "યાર્નનો ભાવ જોઈને ઉપર 5–6 રૂપિયા ઉમેરી દો". જ્યાં સુધી વીજળી, પગાર અને ઓવરહેડનો હિસાબ અલગ-અલગ નહીં જુઓ, ત્યાં સુધી ખબર નહીં પડે કે કઈ ક્વોલિટી ખરેખર કમાય છે. આ ગાઇડમાં એક મીટર ગ્રે કાપડનો પૂરો ખર્ચ, સ્ટેપ બાય સ્ટેપ.

બે ભાગ: યાર્ન અને કન્વર્ઝન

યાર્ન — તાણો અને વાણો, વેસ્ટેજ સાથે. સામાન્ય રીતે કુલ ખર્ચનો સૌથી મોટો ભાગ આ જ હોય. કન્વર્ઝન — યાર્નમાંથી કાપડ બનાવવાનો ખર્ચ: વીજળી, કારીગરનો પગાર, ઓવરહેડ, બીમ (વોર્પિંગ + ભીડાન) અને મેન્ડિંગ-ફોલ્ડિંગ-પેકિંગ.

યાર્ન: 1 મીટરમાં કેટલા કિલો

ડેનિયર = 9,000 મીટર દોરાનું વજન ગ્રામમાં. એટલે 1 મીટર કાપડનું યાર્ન ÷ 90,00,000 (9,000 × 1,000) થી નીકળે:

તાણો kg / m = તાર × તાણાનો ડેનિયર × (1 + ક્રિમ્પ%) × (1 + તાણાનું વેસ્ટેજ%) ÷ 90,00,000
વાણો kg / m = પિક × પન્નો (ઇંચ) × વાણાનો ડેનિયર × (1 + વાણાનું વેસ્ટેજ%) ÷ 90,00,000
યાર્ન ₹ / m = તાણો kg × તાણાનો ભાવ + વાણો kg × વાણાનો ભાવ

ક્રિમ્પ અને વેસ્ટેજ અલગ વાત છે. ક્રિમ્પ એ વધારાનો તાણો છે જે કાપડની અંદર ઉપર-નીચે વળીને વપરાય. વેસ્ટેજ એ છે જે કાપડમાં જતું જ નથી — તૂટ, કિનાર, બીમ પર બચેલું, કોનનો છેલ્લો ભાગ.

કન્વર્ઝન: લૂમનું રોજનું મીટર

વીજળી, પગાર અને ઓવરહેડ દિવસ કે મહિનાના હિસાબે લાગે, એટલે પહેલાં એક લૂમનું રોજનું મીટર જોઈએ:

રોજનું મીટર = RPM × 60 × રોજના કલાક × એફિશિયન્સી% ÷ (પિક ÷ 0.0254)
વીજળી ₹ / m = kW × રોજના કલાક × ₹ પ્રતિ યુનિટ ÷ રોજનું મીટર
ઓવરહેડ ₹ / m = (મહિનાનો ઓવરહેડ ÷ કામના દિવસ) ÷ રોજનું મીટર
બીમ ₹ / m = એક બીમનું વોર્પિંગ + ભીડાન ÷ એ બીમમાંથી કાપડનું મીટર

પૂરું ઉદાહરણ

ક્વોલિટી: 8,200 તાર × 60 ડેનિયર, ક્રિમ્પ 10%, તાણાનું વેસ્ટેજ 2%; વાણો 150 ડેનિયર, 50 પિક, પન્નો 65.5 ઇંચ, વાણાનું વેસ્ટેજ 3%. લૂમ 700 RPM, 85% એફિશિયન્સી, 12-12 કલાકની 2 શિફ્ટ. ભાવ ફક્ત સમજવા માટે માની લીધા છે.

  • તાણો: 8,200 × 60 × 1.10 × 1.02 ÷ 90,00,000 = 0.0613 kg / m → ₹800 / kg પર ₹49.07
  • વાણો: 50 × 65.5 × 150 × 1.03 ÷ 90,00,000 = 0.0562 kg / m → ₹550 / kg પર ₹30.92
  • રોજનું મીટર: 700 × 60 × 24 × 0.85 ÷ 1,968.5 = 435 m
ખર્ચકેવી રીતે₹ / m
તાણો + વાણોઉપરથી79.99
વીજળી4 kW × 24 કલાક × ₹8 = ₹768 રોજ ÷ 435 m1.76
પગારપ્રતિ મીટર2.50
ઓવરહેડ₹6,000 / લૂમ / મહિનો ÷ 26 દિવસ ÷ 435 m0.53
બીમ₹2,400 પ્રતિ બીમ ÷ 8,000 m0.30
મેન્ડિંગ, ફોલ્ડિંગ, પેકિંગપ્રતિ મીટર0.50
પડતરયાર્ન 79.99 + કન્વર્ઝન 5.5985.58

યાર્નનો ભાગ Fabric Costing કેલ્ક્યુલેટરના Recipe ટેબમાં ચેક કરી શકો. ત્યાં તાણાના વેસ્ટેજનું અલગ ખાનું નથી, એટલે WST માં વેસ્ટેજ સાથે નાખો: 110 × 1.02 = 112.2.

પડતરથી વેચાણ ભાવ

દલાલી અને ઉધારનું વ્યાજ વેચાણ ભાવ પર લાગે, પડતર પર નહીં. 1% દલાલી અને 60 દિવસના ઉધાર પર 12% વાર્ષિક વ્યાજ = 1% + 12% × 60 ÷ 365 = 2.97%.

બ્રેક-ઇવન ભાવ = પડતર ÷ (1 − દલાલી% − વ્યાજ%)
માર્જિન સાથે ભાવ = પડતર ÷ (1 − દલાલી% − વ્યાજ% − માર્જિન%)

ઉદાહરણમાં: 85.58 ÷ 0.9703 = લગભગ ₹88.2 — એનાથી નીચે વેચો તો ખોટ. 10% માર્જિન જોઈએ તો 85.58 ÷ 0.8703 = લગભગ ₹98.3. ઉધારના દિવસની અસર વ્યાજ અને ક્રેડિટ દિવસ ગાઇડમાં.

પૈસા પ્રતિ પિક સાથે મેળવો

કન્વર્ઝનને પિકથી ભાગો તો જોબ ભાવની ભાષા મળી જાય: 5.59 ÷ 50 × 100 = લગભગ 11.2 પૈસા પ્રતિ પિક. જોબ પર વણતા હો તો એનાથી ઓછા ભાવમાં તમારા લૂમનો ખર્ચ પણ નથી નીકળતો. પાર્ટીનો ભાવ ₹ / m, પૈસા પ્રતિ પિક કે ₹ પ્રતિ લાખ પિકમાં હોય — જોબ રેટ કેલ્ક્યુલેટરમાં બદલીને મેળવો.

સામાન્ય ભૂલો

Loomiro માં

Loomiro ના Costingમાં ક્વોલિટી પસંદ કરતાં જ રીડ, પિક, પન્નો, તાર, ડેનિયર અને છેલ્લી ખરીદીનો યાર્ન ભાવ આપોઆપ ભરાઈ જાય. વીજળી, પગાર (પ્રતિ મીટર, પ્રતિ લાખ પિક કે મહિને), ઓવરહેડ, બીમ અને દલાલી-વ્યાજ નાખો — કોસ્ટ પ્રતિ મીટરનું પૂરું બ્રેકડાઉન, બ્રેક-ઇવન, માર્જિન પર વેચાણ ભાવ અને પૈસા પ્રતિ પિક એક સાથે. કોસ્ટિંગ સેવ કરો, 2–4 ક્વોલિટી સરખાવો, અને પછી પ્લાનને સાચા પ્રોડક્શન અને ખર્ચ સાથે મેળવો.

ઉદાહરણના ભાવ (યાર્ન, વીજળી, ઓવરહેડ) ફક્ત હિસાબ સમજાવવા માટે છે, બજારનો ભાવ નથી. તમારા બિલ અને તમારા યુનિટના આંકડા નાખો.

આ ગાઇડના કેલ્ક્યુલેટર

બીજી ગાઇડ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →