ડેનિયર અને કાઉન્ટ (Ne): ફરક અને ફોર્મ્યુલા

પોલિએસ્ટર ડેનિયરમાં વેચાય, વિસ્કોસ અને કોટન મોટે ભાગે કાઉન્ટમાં. કોસ્ટિંગ એક જ યુનિટમાં થાય — એટલે બદલતાં આવડવું જોઈએ.

એક દલાલ "75 ડેનિયર" કહેશે, બીજો "30s" કહેશે, અને કોસ્ટિંગ શીટમાં બંને એક જ કોલમમાં જવાના છે. વજન અને ખર્ચની દરેક ફોર્મ્યુલા ડેનિયર પર ચાલે છે, એટલે કાઉન્ટને ડેનિયરમાં બદલવું વીવિંગ યુનિટનું રોજનું કામ છે. આ ગાઇડમાં બંને સિસ્ટમનો ફરક, ફોર્મ્યુલા અને સામાન્ય ભૂલો.

ડેનિયર: લંબાઈ પરથી વજન

ડેનિયર = 9,000 મીટર દોરાનું વજન ગ્રામમાં. 9,000 મીટરનું વજન 75 ગ્રામ હોય તો એ 75 ડેનિયર. આ ડાયરેક્ટ સિસ્ટમ છે: ડેનિયર જેટલો મોટો, દોરો એટલો જાડો અને ભારે. પોલિએસ્ટર અને નાયલોન ફિલામેન્ટ યાર્ન ડેનિયરમાં જ વેચાય છે. આ જ પરિવારમાં tex (1,000 મીટરનું ગ્રામ) અને dtex (10,000 મીટરનું ગ્રામ) પણ છે.

કાઉન્ટ (Ne): વજન પરથી લંબાઈ

કોટન કાઉન્ટ (Ne) બતાવે છે કે 1 પાઉન્ડ દોરામાં 840 યાર્ડની કેટલી લચ્છી (hank) બને. આ ઇન્ડાયરેક્ટ સિસ્ટમ છે: કાઉન્ટ જેટલો મોટો, દોરો એટલો પાતળો — 40s, 30s કરતાં પાતળો છે. કોટન, સ્પન વિસ્કોસ અને બ્લેન્ડ યાર્ન મોટે ભાગે કાઉન્ટમાં વેચાય. મેટ્રિક કાઉન્ટ Nm = 1 કિલોમાં કેટલા કિલોમીટર દોરો.

Ne = 5315 ÷ ડેનિયર  ·  ડેનિયર = 5315 ÷ Ne
Nm = 9000 ÷ ડેનિયર
tex = ડેનિયર ÷ 9
dtex = ડેનિયર × 10 ÷ 9
એક ફિલામેન્ટનો ડેનિયર = ડેનિયર ÷ ફિલામેન્ટ

5315 ક્યાંથી આવ્યો? 1 પાઉન્ડ = 453.6 ગ્રામ અને 840 યાર્ડ = 768.1 મીટર. તેને 9,000 મીટરના હિસાબે ગણો તો 5,314.9 આવે — વેપારમાં 5315 જ ચાલે છે. બંને બાજુ એક જ આંકડો વાપરો તો હિસાબ મળતો રહેશે.

ઉદાહરણ

  • 150 ડેનિયર વાણો → Ne = 5315 ÷ 150 = 35.43, Nm = 9000 ÷ 150 = 60, tex = 16.67, dtex = 166.7
  • 30s વિસ્કોસ → ડેનિયર = 5315 ÷ 30 = 177.2
  • 40s → 132.9 ડેનિયર, 60s → 88.6 ડેનિયર

વાણામાં 150 ડેનિયરની જગ્યાએ 30s (177.2 ડેનિયર) વાપરો, તો 50 પિક અને 65.5 ઇંચ પન્ના પર વાણો 5.46 થી વધીને 6.45 kg / 100 m થઈ જાય — દર 100 મીટરે લગભગ 1 કિલો વધારે. કોસ્ટિંગમાં આ સીધું રૂપિયામાં દેખાય છે.

કન્વર્ઝન ટેબલ

ડેનિયરNeNmtexdtex
50106.31805.5655.6
6088.61506.6766.7
7570.91208.3383.3
10053.29011.11111.1
15035.46016.67166.7
30017.73033.33333.3

બીજો કોઈ આંકડો હોય તો Yarn Count Converterમાં નાખો — એક યુનિટ નાખો, બાકીના ચાર સાથે આવી જાય, સ્ટેપ-બાય-સ્ટેપ ફોર્મ્યુલા સાથે.

75/36 નો અર્થ શું?

ફિલામેન્ટ યાર્ન પર ઘણી વાર બે આંકડા લખેલા હોય: 75/36 એટલે 75 ડેનિયરનો દોરો જેમાં 36 ફિલામેન્ટ છે. એક ફિલામેન્ટ = 75 ÷ 36 = 2.08 ડેનિયર. 75/72 નું વજન પણ 75 ડેનિયર જ છે, પણ ફિલામેન્ટ પાતળા (1.04 ડેનિયર) — કાપડ વધારે નરમ લાગે. વજન અને કોસ્ટિંગ માટે ફક્ત પહેલો આંકડો (ડેનિયર) વપરાય છે; ફિલામેન્ટની સંખ્યા હાથ (ફીલ) અને દેખાવ બદલે છે.

સ્પન યાર્ન પર "2/40s" જેવું લખ્યું હોય તો એ અલગ નોટેશન છે: 40s ના બે દોરા ટ્વિસ્ટ કરેલા, જેનો રિઝલ્ટન્ટ લગભગ 20s (લગભગ 266 ડેનિયર) થાય. તેને 2 ÷ 40 ન સમજો — સપ્લાયર પાસેથી રિઝલ્ટન્ટ કાઉન્ટ કન્ફર્મ કરી લો.

સામાન્ય ભૂલો

Loomiro માં

ફ્રી Fabric Costing કેલ્ક્યુલેટરમાં દરેક તાણા અને વાણા માટે Denier કે Count (Ne) પસંદ કરી શકો; કાઉન્ટ નાખો તો ડેનિયર આપોઆપ દેખાય. Loomiro એપના Costing મોડ્યુલમાં ક્વોલિટી પસંદ કરતાં જ રીડ, પિક, પન્નો, તાર, ડેનિયર અને છેલ્લી ખરીદીનો યાર્ન રેટ આવી જાય — તાણો-વાણો kg, વજન / 100 m અને કોસ્ટ પર મીટરનું પૂરું બ્રેકડાઉન. એક વાર ક્વોલિટી માસ્ટર બરાબર ભરી દીધું, પછી દર વખતે હાથથી કન્વર્ઝન નહીં કરવું પડે.

ઝડપથી કન્વર્ઝન જોઈએ? Yarn Count Converter ફોન પર પણ ચાલે છે, અને રિઝલ્ટ WhatsApp પર મોકલી શકો.

આ ગાઇડના કેલ્ક્યુલેટર

બીજી ગાઇડ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →