લૂમ પ્રોડક્શન કેલ્ક્યુલેટરફ્રી
RPM, પિક, એફિશિયન્સી અને શિફ્ટ — એક લૂમ કેટલા મીટર આપશે, શિફ્ટ, દિવસ અને મહિનામાં. લૂમની સંખ્યા નાખો તો આખા યુનિટનું.
કેવી રીતે કામ કરે છે
લૂમ એક મિનિટમાં તેની RPM જેટલા પિક નાખે છે. દરેક પિક કાપડની એક લાઇન છે, અને 1 ઇંચ કાપડમાં PPI જેટલા પિક. એટલે:
મીટર = RPM × 60 × કલાક × એફિશિયન્સી ÷ (PPI × 39.37)
39.37 = 1 મીટરમાં ઇંચ. એફિશિયન્સી એ ભાગ છે જેટલો સમય લૂમ ખરેખર ચાલી — તૂટ, બીમ બદલવું, લાઇટ જવી બધું આમાં જ આવે.
ઉદાહરણ: 600 RPM, 50 પિક, 85%, 12 કલાકની શિફ્ટ → 600 × 60 × 12 × 0.85 = 3,67,200 પિક → ÷ (50 × 39.37) = 186.54 મીટર પ્રતિ શિફ્ટ. બે શિફ્ટ = 373.08 m પ્રતિ દિવસ, 30 દિવસ = 11,192 m પ્રતિ મહિનો.
સાચી એફિશિયન્સી જાણવી છે? લૂમ એફિશિયન્સી કેલ્ક્યુલેટરમાં વણેલા મીટર નાખો. Loomiro નું લૂમ પેજ દરેક લૂમની એફિશિયન્સી RPM × શિફ્ટના કલાક vs ખરેખર વણેલા પિકથી કાઢે છે, 30 દિવસના ચાર્ટ સાથે. એફિશિયન્સી ગાઇડ માં વધારવાની ટિપ્સ.
Loomiro માં આ આપોઆપ
રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.
ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.