રીડ અને પિક પરથી તાર (ends) કેવી રીતે કાઢવા

બીમ કાર્ડ પર તાર લખતાં પહેલાં, કોસ્ટિંગ કરતાં પહેલાં, એક સવાલ: આ ક્વોલિટીમાં કુલ કેટલા તાર છે? જવાબ રીડ, ડેન્ટ અને પન્નામાંથી નીકળે — બસ બેઝ બરાબર પકડવો છે.

રીડ લૂમનો કાંસકો છે. એનું દરેક ખાનું (ડેન્ટ) એવી જગ્યા છે જ્યાંથી તાણાના તાર પસાર થાય. રીડ નક્કી કરે કે તાણો કેટલો ઘટ્ટ હશે; પિક નક્કી કરે કે વાણો કેટલો ઘટ્ટ હશે. બંને મળીને કાપડની ક્વોલિટી અને વજન નક્કી કરે. આ ગાઇડમાં રીડ પરથી તારનો પૂરો હિસાબ.

ચાર આંકડા જોઈએ

તાર પ્રતિ ઇંચ (EPI) = રીડ × એક ડેન્ટના તાર ÷ (1 કે 2)
બોડીના તાર = EPI × પન્નો
કુલ તાર = બોડીના તાર + કિનારના તાર

ઉદાહરણ 1 — રીડ પ્રતિ ઇંચ

રીડ 72 ડેન્ટ પ્રતિ ઇંચ, એક ડેન્ટમાં 2 તાર, પન્નો 58 ઇંચ, કિનારના 64 તાર (32 + 32).

  • EPI: 72 × 2 ÷ 1 = 144
  • બોડી: 144 × 58 = 8,352
  • કુલ: 8,352 + 64 = 8,416 તાર

ઉદાહરણ 2 — રીડ પ્રતિ 2 ઇંચ

રીડ 120 (2 ઇંચમાં), એક ડેન્ટમાં 2 તાર, પન્નો 63 ઇંચ, કિનારના 48 તાર.

  • EPI: 120 × 2 ÷ 2 = 120
  • બોડી: 120 × 63 = 7,560
  • કુલ: 7,560 + 48 = 7,608 તાર

આ જ રીડને પ્રતિ ઇંચ માની લીધું તો EPI 240 અને કુલ 15,168 તાર — બમણા. બીમ અને કોસ્ટિંગ બંને ખોટાં.

તમારા આંકડા રીડ પરથી તાર કેલ્ક્યુલેટરમાં નાખો — ત્યાં "1 ઇંચ" કે "2 ઇંચ" પસંદ કરી શકો.

કિનારના તારનું ધ્યાન

કિનાર મજબૂત બનાવવા ત્યાંના ડેન્ટમાં ઘણી વાર વધારે તાર નાખે (જેમ કે 4). જો એ ડેન્ટ પન્નાની અંદર જ હોય, તો એના 2-2 તાર બોડીમાં પહેલેથી ગણાઈ ગયા — ફક્ત વધારાના તાર ઉમેરો. જેમ કે દરેક બાજુ 8 ડેન્ટમાં 4 તાર: વધારાના = 8 × (4 − 2) × 2 બાજુ = 32.

મેટ્રિક રીડ

કેટલાક રીડ પર ડેન્ટ પ્રતિ 10 cm લખેલું હોય. 10 cm = 3.937 ઇંચ, એટલે 250 ડેન્ટ / 10 cm = 250 ÷ 3.937 = 63.5 ડેન્ટ પ્રતિ ઇંચ.

ઊલટો હિસાબ: તાર પરથી રીડ

બીમ કાર્ડ પર કુલ તાર લખ્યા છે અને રીડ જાણવો છે:

રીડ (પ્રતિ ઇંચ) = (કુલ તાર − કિનારના તાર) ÷ પન્નો ÷ એક ડેન્ટના તાર

8,200 તાર, 80 કિનારના, પન્નો 65.5, ડેન્ટમાં 2 તાર: (8,200 − 80) ÷ 65.5 ÷ 2 = 61.98 → 62 રીડ. જવાબ પૂરા આંકડાની નજીક ન આવે તો પન્નો કે ડેન્ટના તાર ફરી ચેક કરો.

પિકનું કામ

પિક (PPI) એટલે એક ઇંચ કાપડમાં વાણાના દોરા. તાર તાણાનું વજન નક્કી કરે, પિક વાણાનું. એટલે કોસ્ટિંગમાં બંને અલગ આવે:

તાણો kg / 100 m = તાર × તાણાનો ડેનિયર × (1 + ક્રિમ્પ%) ÷ 90,000
વાણો kg / 100 m = પિક × પન્નો × વાણાનો ડેનિયર ÷ 90,000

ઉદાહરણ — તારથી વજન સુધી

ઉદાહરણ 1 ના 8,416 તાર, 75 ડેનિયર તાણો, 8% ક્રિમ્પ; વાણો 150 ડેનિયર, 52 પિક, પન્નો 58 ઇંચ; ગ્રે પહોળાઈ 56 ઇંચ.

  • તાણો: 8,416 × 75 × 1.08 ÷ 90,000 = 7.57 kg / 100 m
  • વાણો: 52 × 58 × 150 ÷ 90,000 = 5.03 kg / 100 m
  • કુલ 12.60 kg / 100 m → GLM 126 → 56 ઇંચ (1.42 m) પર લગભગ 89 GSM

2 ઇંચવાળી ભૂલથી 15,168 તાર લીધા હોત, તો એકલો તાણો 13.65 kg આવત. GSM અને ટાકાના વજનનો પૂરો હિસાબ ટાકાનું વજન ગાઇડમાં, અને કેલ્ક્યુલેટર Fabric Weight & GSM.

સામાન્ય ભૂલો

Loomiro માં

Loomiro માં દરેક ક્વોલિટીનો રીડ, પિક, પન્નો અને તાર એક વાર ક્વોલિટી માસ્ટરમાં જાય. Costingમાં ક્વોલિટી પસંદ કરતાં જ આ બધું આપોઆપ ભરાય, અને તાર ખાલી હોય તો રીડ × પન્નો પરથી લેવાય. એ જ તાર બીમનું વજન અને યાર્નનો ખર્ચ કાઢવામાં વપરાય — બીમનું વજન બીમનું વજન ગાઇડમાં.

આ ગાઇડના કેલ્ક્યુલેટર

બીજી ગાઇડ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →