સુરતના ગ્રે બજારમાં મોટા ભાગનો માલ ઉધાર પર વેચાય છે: બિલ આજે, પેમેન્ટ 30, 45 કે 60 દિવસ પછી. ઘણા વીવિંગ યુનિટ મોડા પેમેન્ટ પર વ્યાજ લે છે, સામાન્ય રીતે % પ્રતિ મહિનામાં. ઝઘડો મોટે ભાગે રેટ પર નહીં, દિવસ પર થાય — ક્યારથી ગણવાનું, ગ્રેસના દિવસ ગણવા કે નહીં, અડધા પૈસા આવ્યા તો શું. આ ગાઇડ એ જ રીત સમજાવે છે જે Loomiro એપમાં છે.
ચાર શબ્દ
- ક્રેડિટ દિવસ — પાર્ટીને કેટલા દિવસનું ઉધાર આપ્યું. બિલ તારીખ + ક્રેડિટ દિવસ = ડ્યૂ ડેટ.
- ગ્રેસ દિવસ — ડ્યૂ ડેટ પછીની થોડી છૂટ. વ્યાજ ડ્યૂ ડેટ + ગ્રેસથી શરૂ થાય.
- રેટ % પ્રતિ મહિનો — જેમ કે મહિને 1.5%. મહિનો = 30 દિવસ.
- મોડા દિવસ — વ્યાજ શરૂ થવાની તારીખથી પેમેન્ટની તારીખ સુધીના દિવસ.
વ્યાજ શરૂ = ડ્યૂ ડેટ + ગ્રેસ દિવસ
મોડા દિવસ = પેમેન્ટ તારીખ − વ્યાજ શરૂ (0થી ઓછા નહીં)
વ્યાજ = રકમ × રેટ% × મોડા દિવસ ÷ 30
આ સાદું વ્યાજ છે — વ્યાજ પર વ્યાજ નહીં. મહિને 1.5% એટલે લગભગ વર્ષે 18% સાદું વ્યાજ.
ઉદાહરણ
- બિલ: ₹1,00,000, તારીખ 01-07-2026, ક્રેડિટ 30 દિવસ → ડ્યૂ ડેટ 31-07-2026
- ગ્રેસ 5 દિવસ → વ્યાજ શરૂ 05-08-2026
- પેમેન્ટ આવ્યું 15-09-2026 → મોડા દિવસ: ઑગસ્ટના 26 + સપ્ટેમ્બરના 15 = 41 દિવસ
- મહિને 1.5% → ₹1,00,000 × 1.5% × 41 ÷ 30 = ₹2,050
તમારી તારીખ અને રેટ નાખીને વ્યાજ કેલ્ક્યુલેટરમાં તરત જુઓ — ડ્યૂ ડેટ, મોડા દિવસ અને વ્યાજ, સ્ટેપ બાય સ્ટેપ.
અડધા પૈસા મોડા આવ્યા તો?
દરેક ભાગ પોતાના દિવસનું વ્યાજ આપે. જે પૈસા આવી ગયા, એનું વ્યાજ રસીદની તારીખ સુધી; જે બાકી છે, એનું આજ સુધી.
ઉદાહરણ
એ જ બિલ (વ્યાજ શરૂ 05-08-2026, 1.5%). ₹60,000 આવ્યા 20-08-2026, બાકીના ₹40,000 હજી નથી આવ્યા; આજે 30-09-2026 છે.
- ₹60,000 × 1.5% × 15 દિવસ ÷ 30 = ₹450
- ₹40,000 × 1.5% × 56 દિવસ ÷ 30 = ₹1,120 (05-08થી 30-09 સુધી)
- આજ સુધીનું કુલ વ્યાજ = ₹1,570, અને બાકીના ₹40,000નું વ્યાજ રોજ વધતું રહેશે
દરેક બજાર અને દરેક પાર્ટીની રીત જુદી હોઈ શકે — કોઈ બિલ તારીખથી ગણે, કોઈ ગ્રેસના દિવસ પણ ઉમેરે. તમારે ત્યાં બીજી રીત હોય, તો પાર્ટી સાથે પહેલેથી લખીને નક્કી કરો, અને બિલ પર "ક્રેડિટ દિવસ" અને "વ્યાજ % પ્રતિ મહિનો" છાપો.
વ્યાજ પર GST
મોડા પેમેન્ટનું વ્યાજ અલગથી માંગવામાં આવે, તો સામાન્ય રીતે એ માલની કિંમતનો ભાગ ગણાય અને એના પર માલના દરે GST લાગે — એટલે એની ડેબિટ નોટ બને છે. દર અને રીત તમારા CA પાસે કન્ફર્મ કરો. ડેબિટ નોટનો GST GST કેલ્ક્યુલેટરથી જોઈ શકો.
વીવિંગ યુનિટ માટે કામની વાતો
- દરેક પાર્ટીના ક્રેડિટ દિવસ અને વ્યાજ રેટ પાર્ટી માસ્ટરમાં લખો — મોઢાની વાત ભૂલાઈ જાય.
- મોટા, જૂના ગ્રાહકને છૂટ આપવી હોય તો રેટ 0 કે ગ્રેસ વધારે રાખો, પણ લખીને.
- દર મહિને આઉટસ્ટેન્ડિંગ જુઓ: કયું બિલ 30, 60 દિવસથી ઉપર છે. વ્યાજ કરતાં પૈસા પાછા આવે એ વધારે જરૂરી છે.
- ક્રેડિટ લિમિટ રાખો — લિમિટ ક્રોસ થાય ત્યારે નવો માલ આપતાં પહેલાં વિચારો.
- કસર કે ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો એ અલગ લાઇનમાં લખો, જેથી બાકી અને વ્યાજ સાચાં રહે.
Loomiro આમાં કેવી રીતે મદદ કરે
Hisaab-Kitaabમાં Settingsમાંથી વ્યાજ % પ્રતિ મહિનો અને ગ્રેસ દિવસ એક વાર નાખો; કોઈ પાર્ટીનો અલગ રેટ / ગ્રેસ હોય તો પાર્ટી પર (0 = વ્યાજ નહીં). સેલ બિલની ડ્યૂ ડેટ ક્રેડિટ દિવસથી આપોઆપ. Outstanding, પાર્ટી લેજર અને WhatsApp રિમાઇન્ડરમાં વ્યાજ ઉપરના હિસાબ પ્રમાણે જ દેખાય — મોડા આવેલા પૈસા રસીદની તારીખ સુધી, બાકી આજ સુધી. વ્યાજનો રિપોર્ટ પાર્ટી / બિલ પ્રમાણે, અને એક ક્લિકમાં વ્યાજની ડેબિટ નોટ. રસીદ પર કસર અલગ લાઇન, અને પાર્ટીની ક્રેડિટ લિમિટ કે ઓવરડ્યૂ દિવસની લિમિટ ક્રોસ થાય તો નવા બિલ પર રોક — ફક્ત owner / manager "phir bhi banao" કરી શકે.