loomiro

તાર (ends) કેલ્ક્યુલેટર — રીડ અને પન્નાથીફ્રી

રીડ, એક ડેન્ટમાં કેટલા તાર, પન્નો અને કિનારીના તાર નાખો — બીમ પર કુલ કેટલા તાર જોઈએ, તરત.

તમારા આંકડા

કેટલા ડેન્ટ
રીડ કેટલા ઇંચ પર
મોટે ભાગે 1 inch; Stockport = 2 inch
reed space
બંને કિનારી મળીને

રિઝલ્ટ

હિસાબ કેવી રીતે થયો

આ કેલ્ક્યુલેટર અંદાજ માટે છે — સાચા આંકડા તમારા યાર્ન, લૂમ અને બિલ સાથે મેળવો.

કેવી રીતે કામ કરે છે

રીડનો દરેક ડેન્ટ એક ખાનું છે જેમાંથી તાર પસાર થાય છે. રીડ કાઉન્ટ બતાવે છે કે એક ઇંચ (કે અમુક જગ્યાએ 2 ઇંચ — Stockport) માં કેટલા ડેન્ટ છે. એક ડેન્ટમાં મોટે ભાગે 1 થી 4 તાર નાખે છે.

તાર પ્રતિ ઇંચ = રીડ × એક ડેન્ટના તાર ÷ (1 કે 2)
બોડીના તાર = તાર પ્રતિ ઇંચ × પન્નો
કુલ તાર = બોડી + કિનારીના તાર

ઉદાહરણ: 62 dent/inch રીડ, એક ડેન્ટમાં 2 તાર, 65.5" પન્નો → 124 × 65.5 = 8,122 તાર, કિનારીના 80 મળીને 8,202. આ જ આંકડો બીમ કાર્ડ અને કોસ્ટિંગમાં "તાર (ends)" છે.

જો તમારા રીડનો નંબર 2 ઇંચ પર ગણાતો હોય (Stockport), તો "2 inch" પસંદ કરો — નહીં તો તાર બમણા આવશે. તાર મળી ગયા પછી ફેબ્રિક વજન અને GSM કે ઓર્ડરનું યાર્ન કાઢો.

ગાઇડ વાંચો →

Loomiro માં આ આપોઆપ

રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.

ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.

બીજા ટૂલ