બીમ કાર્ડ પર મીટર લખેલું હોય, પાર્ટીનો ઓર્ડર ટાકામાં હોય, અને બંનેની વચ્ચે એક છુપાયેલી વાત છે: ક્રિમ્પ. તાણો વાણાની ઉપર-નીચે વળીને ચાલે છે, એટલે 9,000 મીટર તાણામાંથી 9,000 મીટર કાપડ નથી બનતું — થોડું ઓછું બને છે. આ ગાઇડમાં બીમથી ટાકાનો પૂરો હિસાબ.
ત્રણ આંકડા જોઈએ
- બીમ મીટર — બીમ પર તાણાની લંબાઈ (બીમ કાર્ડ પરથી).
- ક્રિમ્પ % / WST — તાણો કાપડ કરતાં કેટલો લાંબો લાગે. WST 108 = 8% ક્રિમ્પ. બીમ કાર્ડનું મીટર પહેલેથી કાપડનું મીટર હોય, તો ક્રિમ્પ 0 રાખો.
- ટાકા કટ — એક ટાકો કેટલા મીટરનો કાપવો છે (જેમ કે 110, 117, 120 m).
પૂરા ટાકા = કાપડ મીટર ÷ ટાકા કટ (ફક્ત પૂરો આંકડો)
છેલ્લો નાનો ટાકો = કાપડ મીટર − પૂરા ટાકા × ટાકા કટ
બીમના યાર્નનું kg = તાર × ડેનિયર × બીમ મીટર ÷ 90,00,000
ઉદાહરણ 1
બીમ 9,000 મીટર, ક્રિમ્પ 0 (મીટર કાપડનું જ માન્યું), ટાકા કટ 117 m, 8,200 તાર × 60 ડેનિયર.
- કાપડ: 9,000 ÷ 1.00 = 9,000 m
- ટાકા: 9,000 ÷ 117 = 76.9 → 76 પૂરા ટાકા
- છેલ્લો ટાકો: 9,000 − 76 × 117 = 9,000 − 8,892 = 108 m
- બીમનું યાર્ન: 8,200 × 60 × 9,000 ÷ 90,00,000 = 492 kg
ઉદાહરણ 2 — ક્રિમ્પ સાથે
એ જ બીમ, પણ આ ક્વોલિટીમાં 8% ક્રિમ્પ (WST 108).
- કાપડ: 9,000 ÷ 1.08 = 8,333.33 m
- ટાકા: 8,333.33 ÷ 117 = 71.2 → 71 પૂરા ટાકા
- છેલ્લો ટાકો: 8,333.33 − 8,307 = 26.33 m
ક્રિમ્પ ભૂલી જાઓ તો પ્લાનમાં 5 ટાકા વધારે દેખાય — પાર્ટીને 76 નો વાયદો અને હાથમાં 71.
તમારા બીમના આંકડા Beam → Taka કેલ્ક્યુલેટરમાં નાખો; દરેક સ્ટેપ તમારા આંકડા સાથે દેખાય છે.
ટાકા કટની અસર
એ જ 8,333.33 મીટર કાપડ અલગ-અલગ કટ પર:
| ટાકા કટ | પૂરા ટાકા | છેલ્લો ટાકો |
|---|---|---|
| 110 m | 75 | 83.3 m |
| 115 m | 72 | 53.3 m |
| 117 m | 71 | 26.3 m |
| 120 m | 69 | 53.3 m |
કટ મોટે ભાગે પાર્ટી નક્કી કરે છે. પણ પહેલેથી ખબર હોય કે છેલ્લો ટાકો 26 મીટરનો બચશે, તો તેને શોર્ટ લેન્થ તરીકે વેચવાનો કે આગલા ઓર્ડરમાં વાપરવાનો પ્લાન પહેલેથી બની જાય.
તમારા યુનિટનો ક્રિમ્પ કેવી રીતે કાઢવો
પાછલા બીમનો હિસાબ સૌથી સારો ગુરુ છે. બીમ કેટલા મીટરનું હતું અને તેમાંથી કુલ કેટલું કાપડ ઉતર્યું, તેના પરથી:
જેમ કે 9,000 મીટરના બીમમાંથી કુલ 8,350 મીટર કાપડ ઉતર્યું: (9,000 ÷ 8,350 − 1) × 100 = 7.8%. દરેક ક્વોલિટીનો ક્રિમ્પ અલગ હોય — પિક વધારે, ક્રિમ્પ વધારે.
ધ્યાનમાં રાખવાની વાતો
- બીમનો છેલ્લો ભાગ. બીમ પૂરું થાય ત્યારે થોડા મીટર તાણો બીમ અને હેલ્ડની વચ્ચે બચી જાય, અને શરૂઆતમાં જોડવામાં પણ થોડો જાય. તમારા યુનિટનો અંદાજ બીમ મીટરમાંથી બાદ કરીને નાખો.
- બીજું બીમ. બોર્ડર કે પટ્ટાનું અલગ બીમ હોય તો તેનો હિસાબ અલગ કરો — ટાકા મુખ્ય બીમથી જ ગણાય.
- વાણાનું યાર્ન પણ. આખા બીમ માટે વાણો = પિક × પન્નો × વાણાનો ડેનિયર × કાપડ મીટર ÷ 90,00,000. 50 પિક, 65.5 ઇંચ, 150 ડેનિયર અને 9,000 m પર આ 491.25 kg આવે. યાર્ન અને ખર્ચ બંને Fabric Costingના Beam ટેબમાં.
- ટાકાનું વજન. દરેક ટાકો કેટલા કિલોનો આવવો જોઈએ, તે Fabric Weight & GSMમાં કાઢો — કાંટા પર ફરક આવે તો તરત ખબર પડશે.
Loomiro માં
Loomiro ના Bhidanમાં બીમ લૂમ પર ચઢાવતી વખતે ટાકા કટ નાખો — અપેક્ષિત ટાકા અને મીટર તરત દેખાય. બીજું બીમ (બોર્ડર / પટ્ટો) અને સ્પ્રેડર, પાસર, ડ્રોપરનો ખર્ચ પણ એ જ એન્ટ્રીમાં. પછી દરેક Taka Entry સાથે અપેક્ષિત વિ. બનેલું મળતું રહે, અને બીમ પૂરું થવાનું હોય ત્યારે ડેશબોર્ડ પર "બીમ પૂરા થવાના" માં એ લૂમ આવી જાય — આગલું બીમ પહેલેથી તૈયાર. Beam Stockમાં દરેક બીમનું વજન આપોઆપ: તાર × મીટર × ડેનિયર ÷ 90,00,000, અને બીમ કાર્ડ પ્રિન્ટ પણ.
આગલું બીમ ચઢાવતાં પહેલાં Beam → Taka કેલ્ક્યુલેટરથી એક વાર જોઈ લો કે કેટલા ટાકા બનશે.