બીમથી કેટલા ટાકા બનશે?ફ્રી
બીમ પર કેટલા મીટર તાણો છે, crimp કેટલો અને ટાકા કટ શું — કેટલા પૂરા ટાકા, અને છેલ્લો ટાકો કેટલો નાનો. તાર અને ડેનિયર નાખો તો બીમનું યાર્ન પણ.
કેવી રીતે કામ કરે છે
બીમ પર જે મીટર લખેલા હોય છે તે મોટે ભાગે તાણાની લંબાઈ છે. કાપડ બનતી વખતે તાણો ઉપર-નીચે ચાલે છે (crimp), એટલે કાપડ થોડું ઓછું બને છે:
કાપડ મીટર = બીમ મીટર ÷ (1 + crimp%)પૂરા ટાકા = કાપડ મીટર ÷ ટાકા કટ (ફક્ત પૂરો આંકડો)છેલ્લો ટાકો = કાપડ મીટર − પૂરા ટાકા × કટ
ઉદાહરણ: 9,000 મીટર બીમ, crimp 0, 117 મીટર કટ → 76 પૂરા ટાકા અને છેલ્લો 108 મીટરનો. Crimp 5% હોય તો કાપડ 8,571.43 m → 73 ટાકા અને 30.43 m વધે.
બીમ પર યાર્ન કેટલું છે: તાર × denier × બીમ મીટર ÷ 90,00,000 — 8,200 × 60 × 9,000 ÷ 90,00,000 = 492 kg. આ જ ફોર્મ્યુલા Loomiro ના બીમ કાર્ડની છે.
Loomiro માં Bhidan પર ટાકા કટ નાખતાં જ expected ટાકા અને મીટર દેખાય છે, અને બીમ પૂરું થાય તે પહેલાં ડેશબોર્ડ પર alert. બીમથી ટાકા ગાઇડ માં વધુ ટિપ્સ.
Loomiro માં આ આપોઆપ
રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.
ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.