194Q TDS: યાર્ન ખરીદી અને ગ્રે વેચાણ પર ક્યારે કાપવો.

મોટો યાર્ન સપ્લાયર કે મોટો ગ્રે ખરીદનાર — બંને બાજુથી 194Q આવે. કોણ કાપે, કેટલો અને કઈ રકમ પર, સીધા આંકડાથી સમજીએ.

વીવિંગ યુનિટ 194Qને બે બાજુથી જુએ છે. યાર્ન ખરીદતી વખતે — તમારું યુનિટ મોટું હોય તો સપ્લાયરના પેમેન્ટમાંથી તમારે TDS કાપવો પડે. ગ્રે વેચતી વખતે — ખરીદનાર ટ્રેડર મોટો હોય તો એ તમારા પેમેન્ટમાંથી TDS કાપશે અને તમને થોડા ઓછા પૈસા આવશે. નિયમ એક જ છે, બસ તમે કઈ બાજુ છો એ જોવાનું.

1 એપ્રિલ 2026થી Income-tax Act, 2025 લાગુ છે અને આ નિયમ હવે section 393(1)ના ટેબલમાં છે. દર અને લિમિટ એ જ છે, અને બજારમાં હજી "194Q" જ બોલાય છે — આ ગાઇડમાં પણ એ જ નામ છે.

કોણ કાપે?

એટલે નાનું યુનિટ (ટર્નઓવર ₹10 કરોડ સુધી) યાર્ન ખરીદી પર 194Q નથી કાપતું. પણ તમારો ગ્રે ખરીદનાર મોટો ટ્રેડર હોય, તો એ તમારા બિલ પર કાપશે.

દર અને કઈ રકમ પર

TDS = (આ વર્ષની કુલ ખરીદીમાંથી ₹50,00,000થી ઉપરનો ભાગ) × 0.1%
સેલરનો PAN નથી કે inoperative (Aadhaar સાથે લિંક નથી) → 5%
કિંમત = GST વગર (બિલ પર GST અલગ બતાવ્યો હોય તો)
ક્યારે: બિલની એન્ટ્રી (credit) કે પેમેન્ટ, જે પહેલાં થાય

ઉદાહરણ — યાર્ન ખરીદી

તમારા યુનિટનું ગયા વર્ષનું ટર્નઓવર ₹14 કરોડ હતું. એક યાર્ન સપ્લાયર પાસેથી 1 એપ્રિલથી 31 ઑગસ્ટ સુધી ₹46,00,000 (GST વગર)ની ખરીદી થઈ ગઈ છે. 5 સપ્ટેમ્બરે નવું બિલ આવ્યું: ટેક્સેબલ ₹8,00,000, GST ધારો કે ₹40,000 અલગ.

  • હવે કુલ ખરીદી: 46 + 8 = ₹54,00,000 → લિમિટથી ઉપર ફક્ત ₹4,00,000
  • TDS = ₹4,00,000 × 0.1% = ₹400 (GST ₹40,000 પર કંઈ નહીં)
  • સપ્લાયરને પેમેન્ટ: ₹8,40,000 − ₹400 = ₹8,39,600
  • પછીનું બિલ ₹5,00,000નું આવે તો આખા ₹5,00,000 પર: ₹500
  • જો સપ્લાયરનો PAN ન હોત: ₹4,00,000 × 5% = ₹20,000 — ફરક ઘણો મોટો

બિલનો GST અને ટોટલ પહેલાં GST કેલ્ક્યુલેટરથી જોઈ લો, પછી TDS ફક્ત ટેક્સેબલ પર લગાડો.

ગ્રે વેચાણ પર — જ્યારે પાર્ટી કાપે

તમે એક મોટા ટ્રેડરને વર્ષમાં ₹50 લાખથી વધુનું ગ્રે વેચ્યું, તો એ લિમિટથી ઉપરના ભાગ પર 0.1% કાપીને પેમેન્ટ કરશે. આ પૈસા ડૂબતા નથી — તમારા PAN પર 26AS / AISમાં દેખાય અને ઇન્કમ ટેક્સમાં ક્રેડિટ મળે. એટલે રસીદમાં આ TDS બિલની સામે લખવો જરૂરી, નહીં તો પાર્ટીના ખાતામાં ₹500–1,000 "બાકી" લટકતા રહેશે.

206AB અને TCSનું શું થયું?

સામાન્ય ભૂલો

Loomiro આમાં કેવી રીતે મદદ કરે

Settings → TDSમાં ફર્મનો TAN નાખો અને 194Qની સ્વિચ ચાલુ કરો (ફક્ત ત્યારે, જ્યારે ગયા વર્ષનું ટર્નઓવર ₹10 કરોડથી વધુ હતું). Purchase & TDSમાં યાર્ન બિલ નાખતાં જ Loomiro આ સપ્લાયરની આ વર્ષની અગાઉની ખરીદી ઉમેરે છે અને TDS ફક્ત ₹50 લાખથી ઉપરના ભાગ પર GST વગર કાઢે છે — સાથે કેમ, એ પણ લખેલું આવે. PAN ન હોય તો 5%ની વોર્નિંગ, અને પાર્ટી પર lower / nil સર્ટિફિકેટનો દર રાખી શકો. જરૂર હોય તો TDS બંધ, ચાલુ કે રકમ બદલી શકો. રસીદમાં પાર્ટીએ કાપેલો TDS (માલના બિલ પર 194Q, જોબ બિલ પર 194C) બિલની સામે એડજસ્ટ થાય. TDS રિપોર્ટમાં "અમે કાપ્યો" મહિના પ્રમાણે, જમાની ડ્યૂ ડેટ અને 26Q CSV સાથે; અને "પાર્ટીએ કાપ્યો" 26AS મેળવવાની CSV સાથે.

આ માહિતી સામાન્ય છે, ટેક્સ કે કાનૂની સલાહ નથી. ટર્નઓવર, લિમિટ, દર અને નવા Actનો સેક્શન તમારા CA પાસે પાકું કરો.

Source: Income-tax Act 1961 section 194Q અને Income-tax Act 2025 section 393(1); CBDT Circular 13/2021 (30-06-2021); Finance Act 2025 (206AB કાઢ્યો, 206C(1H) 1-4-2025થી બંધ).

આ ગાઇડના કેલ્ક્યુલેટર

બીજી ગાઇડ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →