ઓર્ડર માટે કેટલું યાર્ન જોઈએ?ફ્રી
ઓર્ડર કેટલા મીટરનો છે અને ક્વોલિટી શું છે — તાણો અને વાણાનું યાર્ન kg માં, વેસ્ટેજ સાથે, અને કોનનું વજન હોય તો કેટલા કોન.
કેવી રીતે કામ કરે છે
ઓર્ડરના યાર્નનો હિસાબ કાપડના વજન જેવો જ છે, ફક્ત 100 મીટરની જગ્યાએ આખા ઓર્ડરના મીટર:
તાણો kg = તાર × denier × (1 + crimp%) × મીટર ÷ 90,00,000વાણો kg = પિક × પન્નો × denier × મીટર ÷ 90,00,000
પછી બંને પર વેસ્ટેજ %.
90,00,000 કેમ? Denier 9,000 મીટરના ગ્રામ છે, અને ગ્રામથી kg માટે 1,000 — 9,000 × 1,000. Crimp કે WST એટલા માટે કે તાણો કાપડમાં સીધો નહીં, ઉપર-નીચે ચાલે છે, એટલે કાપડના 100 મીટર માટે તાણો 100 થી વધારે લાગે.
ઉદાહરણ: 5,000 મીટર, 8,200 × 60 den, 10% crimp, 50 પિક × 65.5" × 150 den, 2% વેસ્ટેજ → તાણો 306.68 kg અને વાણો 278.38 kg. 2.5 kg ના કોન હોય તો 123 અને 112 કોન (ઉપરની બાજુ પૂરા કોન).
કાઉન્ટવાળું યાર્ન હોય તો પહેલાં કન્વર્ટર થી ડેનિયર કાઢો. યાર્નનો ખર્ચ પણ જોઈએ? Fabric Costing ખોલો.
Loomiro માં આ આપોઆપ
રોજ આ હિસાબ હાથે? Loomiro રાખી લેશે.
ટાકા એન્ટ્રી, બીમ ચઢાવવું, મિલ, બિલ, વ્યાજ અને કોસ્ટિંગ — વીવિંગ યુનિટનું પૂરું સોફ્ટવેર. ડેમોમાં તમારા જ આંકડા પર બતાવીશું.